નવી દિલ્હી : જો તમે તાજેતરમાં જ કોઈ કાર વેચી છે અથવા કાર વેચી રહ્યા છો, તો તમારે એક વસ્તુ ખાસ શ્યાનમાં રાખવી જોઈએ. કારનું વેચાણ કરવામાં આવે ત્યારે કારના કાગળોમાં તમારું નામ કાઢી નાખીને અને નવા માલિકનું નામ લખાવવાની બાબત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જો તમે આ ન કર્યું હોય તો તે તમારા માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. જો વાહનનો અકસ્માત અથવા ખોટા કામમાં ગાડીનો ઉપયોગ થવા પર કાર વેચનારની જવાબદારી માનવામાં આવશે. આ અંગે સુપ્રીમ કોર્ટે પણ એક આદેશ જારી કર્યો છે.
અદાલતનો આદેશ
અદાલતે આદેશમાં કહ્યું છે કે, જો કાગળોમાં માલિકીના હકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોય તો અને વાહનનો અકસ્માત સર્જાય છે તો દંડ તે વ્યક્તિને જ ભરવાનો હોય છે જેના નામ પર આરટીઓમાં એ ગાડી નોંધાયેલી છે. જેનો અર્થ એ કે તમે વેચેલી ગાડીના કાગળોમાં માલિકનું નામ બદલાવ્યું નથી તો ગાડીનો અકસ્માત સર્જાવા પર તમને જવાબદાર માનવામાં આવશે. તમારે પેનલ્ટી પણ ચૂકવવી પડશે. તેથી તમારે કાર કાગળમાં માલિકનું નામ બદલવું અને આરટીઓમાં જઈને ચેક પણ કરો કે ગાડીના કાગળો પર નવા માલિકનું નામ ચઢ્યું છે કે નહીં.
અદાલતમાંથી લ્યો એફિડેવિટ
કિવરના ચીફ ઓપરેટિંગ ઑફિસર (સી.ઓ.ઓ.) અતુલ તિવારી અનુસાર, ‘જો કાર વેચનાર વ્યક્તિ વેચાણ સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારી સાથે અદાલતમાંથી એક એફિડેવિટ હાંસલ કરે છે તો તેના માટે સારું રહેશે. આ સિવાય, વાહન વેચવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિક્રેતા પાસે માન્ય વીમો હોવો જોઈએ. તેનાથી આ પ્રક્રિયા દરમિયાન થનારી કોઈપણ નાણાકીય લેવડ – દેવડમાં નીકળવામાં મદદ મળે છે.”
આવી શકે છે અન્ય સમસ્યાઓ
આરટીઓ એજન્ટ સાથે વાત કરો તો તમને ઘણી નવી બાબતો જાણવા મળે છે. તેઓ જણાવે છે કે ગાડીના કાગળો પર મલિકનું નામ ન બદલવામાં આવે તો બીજી ઘણી સમસ્યાઓ આવી શકે છે. જો કાગળો પર માલિકનું નામ બદલાતું નથી, તો અન્ય ઘણી સમસ્યાઓ પણ આવી શકે છે. જો ખરીદનાર કારનો દુરુપયોગ કરે છે, તો જૂનો માલિક તેના માટે જવાબદાર રહેશે. જો ખરીદનાર દંડ ચૂકવતો નથી, તો પછી વ્યાજ પણ ચૂકવવું પડશે અને આરટીઓ વાસ્તવિક માલિકને આ માટે જવાબદાર ઠેરવશે.
ઑનલાઇન કાર વેચતી વખતે સાવચેતી રાખો
જો તમે ઑનલાઇન કાર વેચી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. વેચાણ પહેલા એ નક્કી કરો કે વાહનનો ખરીદદાર મળવા પર સર્વિસ પ્રોવાઇડર ઓછામાં ઓછા સમયમાં વાહનના કાગળોમાં નવા માલકનું નામ ચઢાવશે. આરટીઓ એજેન્ટ મુજબ સ્થાનાંતર આવેદન પરિવર્તન gov.in આપવામાં આવી શકે છે. વેચનાર કાગળોની કાર્યવાહી પૂર્ણ કરે છે એટલે તરત જ પૂર્ણ કરે છે એટલે તરત જ આવેદન ક્રમાંક, સરકારી શુલ્ક પ્રાપ્તિ રસીદ અને આવેદન સાથે જોડાયેલો સંદેશ તેના મોબાઈલ પર આવી જાય છે.