જો તમે પણ નોકરીની શોધમાં હોય તો તમારા માટે તક હવે તમારો દ્વાર ખખડાવી રહી છે. વાસ્તવમાં, હાઇપર-ઓટોમેશન સર્વિસીઝ કંપની વુરમે મોટી સંખ્યામાં લોકોને નોકરી આપવાનું એલાન કર્યું છે. દેશમાં જ્યારે એક તરફ અનેક કંપનીઓ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે બીજી તરફ વુરમ ઓટોમેશન નોકરી આપવાનો વાયદો કરી રહી છે.વુરમના ડાયરેક્ટર સુરેશ કુમાર ચિત્રાલયમે કહ્યું કે, હાઇપર ઓટોમેશન કારોબાર તેજીથી ઉભરી રહ્યો છે.
ભારત પાસે ગ્લોબલ ટેક્નોલોજી હબ બનાવાનો શાનદાર અવસર છે. વર્ષ 2021માં કંપનીએ 468 લોકોની ભરતી કરી હતી, જે 112 ટકાની વૃદ્વિની સાથે 973 થઇ ચૂકી છે. આ વર્ષે અમે 500 લોકોનું હાયરિંગ કરી રહ્યાં છીએ. જેમાં 100 ફ્રેશર્સ અને 400 અનુભવી કર્મચારીઓને નોકરી માટે પ્રાધાન્ય આપવામાં આવશે.આ દેશોમાં છે ઓફિસવુરમ કંપની દેશમાં ચેન્નાઇ, બેંગ્લુરુ અને ત્રિચુરિપલ્લીમાં અનેક જગ્યાએ ઓફિસ ધરાવે છે.
હવે કંપની જયપુર, કોઇમ્બતોર અને તિરુચિરાપલ્લીમાં પોતાની ઓફિસ ખોલવા જઇ રહી છે. ભારત ઉપરાંત કંપની અમેરિકા, કેનેડા, મેક્સિકો, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ ઓફિસ ધરાવે છે.ડેલ્હીવરી પણ 75,000 લોકોની ભરતી કરશેલોજિસ્ટિક ફર્મ ડેલ્હીવરી પણ દેશમાં ટૂંક સમયમાં 75,000થી વધુ કર્મચારીઓની ભરતી કરવા જઇ રહી છે. કંપની અનુસાર તે પોતાની પાર્સલ ક્ષમતાને વધારીને 15 લાખ શિપમેન્ટ કરવા જઇ રહી છે. કંપની પોતાની કુરિયર સેવાની ક્ષમતા દૈનિક વધારીને 15 લાખ સુધી વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.ફેસ્ટિવ સીઝનમાં કામ વધે છેડેલ્હીવરીમાં 10,000થી વધુ લોકો ગોદામ તેમજ અંતિમ ગ્રાહક સુધી સામાનની સપ્લાય કરવામાં ફુલ ટાઇમ માટે કાર્યરત છે. ભરતીનો ઉદ્દેશ્ય તહેવારોની મોસમ દરમિયાન સતત વધતી માંગને પહોંચી વળવાનો છે.