દુનિયામાં અનેક લોકો નાનકડી નિષ્ફળતા સામે હાર માની લે છે, જ્યારે અનેક લોકો તેને પડકાર તરીકે ઝીલીને ઉદાહરણ પૂરું પાડે છે. આવું જ એક વ્યક્તિત્વ છે એમ.કે.શ્રીધરનું જે બાળપણથી 80 ટકા દિવ્યાંગ છે. 65 વર્ષીય શ્રીધરે દેશની નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આંધ્રના હિન્દુપુરમાં જન્મેલા શ્રીધરે શારીરિક અક્ષમતા, અવરોધ છતાં સંઘર્ષ કરી અભ્યાસ કર્યો, બેંગ્લુરુથી પીજી અને મૈસૂર યુનિ.થી પી.એચડી કરી. 1999માં મૈસૂર યુનિ.પ્રોફેસર બની ગયા. શ્રીધર કહે છે કે, 4 વર્ષની ઉંમરે આ કમીની જાણ થઈ ગઈ હતી. બેંગ્લુરુમાં ફિજિયોથેરાપી, ઈલેક્ટ્રિક શોક, જેવી વસ્તુઓથી સારવાર લીધી. તેનાથી અભ્યાસ પણ અસર થવા લાગી. આ દરમિયાન ચેન્નઈની એક સંસ્થા વિશે જાણ થઈ. 1963માં ત્યાં પહોંચ્યો તેમની 14વર્ષની ઉંમર સુધી નવ સર્જરી થઈ ચૂકી હતી. તેના પછી હિન્દુપુર પાછો ફર્યો. તે સમયે વ્હિલચેર નહોતી. ત્યારે હું જમીન પર હાથ મૂકીને ચાલતો હતો.
શ્રીધર આગળ વાત કરતા જણાવે છે, સ્કૂલમાં શૌચ આવે તો રોકી લેતો હતો. ઘરે આવીને જતો હતો. પાણી પણ ઓછું પીતો. મારી માતા અનેકવાર કહેતી કે ખાવા પર કાબુ રાખશે, વધારે જશે તો વજન વધશે. તેનાથી તુ બીજા પર બોજો બની શકે છે. તેમણે જણાવ્યું કે, બાળપણમાં જે કષ્ટ સહન કર્યા તેવા બીજાએ સહન ન કરવા પડે એટલા માટે 10 વર્ષ પહેલાં સંસ્થા શરૂ કરી. તેમાં દિવ્યાંગ બાળકોની સારવાર, અભ્યાસ, સુરક્ષાની વ્યવસ્થા કરી. અહીંથી વિદ્યાર્થીઅી છઠ્ઠાથી ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરે છે. દેશભરના એવા 100 દિવ્યાંગ બાળકો અહીંથી લાભ લઈ ચૂક્યા છે. એવા લોકોને નોકરી મળી શકે તે માટે નવા વર્ષમાં વોકેશનલ કોર્સ શરૂ કરીશ.
40 લોકો સાથે રોજ વાત, 50 બેઠક, 4 લાખ સૂચન, ત્યારે ડ્રાફ્ટ તૈયાર થયો
મારી પાસે નવી નીતિ માટે કોઓર્ડિનેશનની જવાબદારી હતી. રોજ આશરે 40 લોકો સાથે વાત થતી. બે મહિનામાં એકવાર બધા સભ્ય મળતા. 50થી વધુ બેઠક કરી. આશરે 4 લાખ સૂચન આવ્યા. મને આ કામમાં મજા પડી. અનેક કલાક કામ કર્યુ. આ સમગ્ર કામમાં નરસિમ્હા પડછાયાની જેમ સાથે રહ્યાં.