મહીસાગર જંગલમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ હોવા પુરાવા મળતા જંગલખાતું હવે દોડતું થયું છે. જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા વાઘને કે વાઘના કારણે કોઈ પણ નાગરિકને નુકસાન ન થાય તે માટે સઘન જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે જંગલખાતાના જુદા જુદા ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે મીટીંગ યોજી હતી. તેમને વાઘના રહેવાના, પાણી પીવાના સ્થળોની આસપાસ જે કેમેરા ગોઠવ્યા હતા તેના સ્થળોમાં પણ હવે ફેરફાર કર્યો હોવાનું પણ સૂત્રો જણાવે છે.
જંગલ ખાતાના અધિકારીઓ અને મહિસાગર ના જંગલો ની આસપાસ આવેલા ગામડા ના આગેવાનો સરપંચો અને પ્રમુખો ને ભેગા કરી અને તેમને સુરક્ષા અંગેના સૂચનો આપ્યા હતા આ માટેની માર્ગદર્શક પત્રિકાઓની પણ વહેચણી કરી હોવાનું સૂત્રો જણાવે છે.