હાલમાં શિયાળાની સીઝન ચાલી રહી છે, ત્યારે લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળી રહી છે, તો આ શઆક હેલ્દી હોવાની સાથે બાળકોના માનસિક વિકાસ અને આરોગ્ય માટેના વરદાનથી ઓછા નથી. લીલા શાકભાજી માં આયરન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે તંદુરસ્ત શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ખુલાસો તાજેતરના સંશોધન દરમિયાન કરવામાં આવ્યો છે. સંશોધનકારોએ 1,500 બાળકો અને કિશોરોના મગજમાં આયરનના સ્તરની માપણી કરી છે. આ બાલકોનીઉંમર 8 થી 24 વર્ષની વચ્ચે હતી. સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે, જે લોકોના મગજમાં આઇરનની ઉણપ હોવાનું જોવા મળ્યું છે, તે બીજા લોકોની તુલનામાં ઘણા પ્રકારના કાર્યોમાં સારુ પ્રદર્શન કરી શકતા નથી. ખાસ કરીને લોજિકલ અને સ્થાનિક કાર્યોમાં તેમનું સારું પ્રદર્શન રહેતુ નથી. પહેલા કરવામાં આવેલ સંશોધન મુજબ મગજમાં કોષોને કાર્ય કરવા માટે આયરરની જરૂર પડે છે. કારણ કે, આયરન મગજના વિકાસ અને શારીરિક કાર્યોની સુગમ કામગીરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લીલા રંગની પાંદડાવાળા શાકભાજીમાં આયરન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. બ્રોકલી, લીલા વટાણા, પાલક, બથુઆ, સોયા મેથી, મસ્ટર્ડ ગ્રીન્સમાં ઘણું આયરન જોવા મળે છે. તદ્ઉપરાંત કઠોળ, બદામ, કઠોળ અને ઘણા પ્રકારના બીજમાં પણ પુષ્કળ પ્રમાણમાં આયરન જોવા મળે છે. આ સંદર્ભમાં ડૉ બાર્ટ લાર્સને કહ્યું છે કે, આ સંશોધનમાંથી જે પરિણામો આવ્યા છે તે બતાવે છે કે, 24 થી 25 વર્ષની ઉંમર સુધીના બધા બાળકોએ આયરન અને લીલા શાકભાજી તથા અન્ય સપ્લિમેન્ટ્સનું સેવન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં બે અબજ લોકો આયરનની ઉણપનો શિકાર છે. આયરનની ઉણપથી બાળકોમાં થાક, ત્વચા પીળી થવી, છાતીમાં દુખાવો અને માથાનો દુખાવો થઈ શકે છે. શરીરમાં લાલ રક્તકણોની રચના માટે આયરન ખૂબ જ જરૂરી છે. લાલ રક્તકણો આખા શરીરમાં ઓક્સિજનની સપ્લાઈ માટે જવાબદાર છે.