આચાર્ય ચાણક્યના જણાવ્યા પ્રમાણે, ગંદા કપડા પહેરનારા લોકોની પાસે ક્યારે લક્ષ્મી નથી આવતી. ચાણક્ય કહે છે કે, જે લોકો હંમેશા ગંદગીમાં રહે છે પોતાની આસપાસ સફાઈ નથી રાખતા તેના ઉપર લક્ષ્મીની કૃપિ નથી થતી અને ન તો તેને સમાજ પસંદ કરે છે. આવા લોકોને દરેક તરફથી નિરાદરનો સામનો કરવો પડે છે. આ શ્લોકમાં ચાણક્યએ એ પણ કહ્યું છે કે જે માણસ દાંતોની સફાઈ નથી રાખતો તેને ગરીબીનો સામનો કરવો પડે છે. આવા લોકોને લક્ષ્મી ત્યાગી દે છે. જ્યારે દરરોજ દાંતની સફાઈ કરનારા લોકો ઉપર લક્ષ્મીની કૃપા બની રહે છે. ચાણક્ય કહે છે કે, ભૂખથી વધારે ખાનારા લોકો ક્યારેય ધનવાન નથી થઈ શકતા, કારણ કે દરિદ્રતા માણસને ગરીબીમાં મુકી દે છે. તો જરૂરતથી વધારે ખાનારા વયક્તિ ક્યારેય સ્વસ્થ નથી રહેતો.
કડવા વચનો બોલવાથી બચો
આ સિવાય ચાણક્યએ કહ્યું છે કે કડવા વચનો બોલનારા લોકો ક્યારે અમીર નથી થઈ શકતા. ચાણક્ય કહે છે કે વાણીથી બીજાના મનને આહત કરનારા ઉપર લક્ષ્મીકૃપા નથી હોતી અને ન તો તેના મિત્ર બની શકે છે. ચાણક્ય કહે છે કે, આવા વ્યક્તિ દુશ્મનોથી ઘેરાયેલા હોય છે. તો ચાણક્ય કહે છે કે, સવારે અને સાંજ સુધી સુતા રહેચા લોકો ક્યારેય પણ ધનવાન નથી થઈ શકતા. ચાણક્ય કહે છે કે સૂર્યોદયથી સૂર્યાસ્તના સમય સુધી નિંદરમાં રહેનારા વ્યક્તિ ઉપર લક્ષ્મીની કૃપા નથી થતી. વિનાકારણ સુવુ તે મનુષ્ય માટે હાનિકારણ થઈ શકે છે. ચાણક્ય કહે છે કે, અન્યાય, ધૂર્તતા અથવા બેઈમાનીના પેસા કમાનારા લોકો વધારે દિવસ સુધી અમીર નથી રહેતા તે જલ્દી જ પોસાના પૈસા ખોઈ બેસે છે.