કોવીડ૧૯ કોરોના પોઝિટિવના કેસોની સંખ્યા વડોદરા શહેરમાં દિનપ્રતિદિન વધી રહી છે સાથે સાથે મૃત્યુના કેસો પણ હવે વધી રહ્યા છે ત્યારે જનતા હવે જાતેજ જાગૃત બની છે અને તંત્ર ના ભરોસે રહેવાને બદલે જીવ બચાવવા જાતે જ આગળ આવી રહ્યા છે વડોદરા નજીક કપુરાઈ ગામ ના યુવાનો હરીશભાઈ ચૌહાણ , અશ્વિન પઢીયાર ,ચંદ્રસિંહ રાઠોડ,ઉંમંગ સોલંકી હેમંતસિંહ પઢીયાર,અયુબ દીવાન, તથા અન્ય યુવાન ભેગા મળી પોતાના વિસ્તારમાં સ્વખર્ચે સેનેટાઇઝ ની કામગીરી શરૂ કરી દીધી છે અને આગામી સમય માં આજુબાજુના વિસ્તારો માં પણ આ કામગીરી કરનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.