ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારાચૂંટણી પ્રચારમાં કોઈ કસર ન રહી જાય તેની તકેદારી રાખવામાં અાવી છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર પુરજોશમાં થઈ રહ્યો છે. ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારવામાં અાવી છે.
આજે ભાજપના ત્રણ રાષ્ટ્રીય નેતાઓ દ્વારા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરાશે. રાજનાથ સિંહ સુરત ખાતે સભાને સંબોધશે. જ્યારે મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ કચ્છ ખાતે સભા સંબોધશે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની રાજકોટના લાઠી તેમજ રાજકોટ ખાતે સભા સંબોધીત કરશે.
ભાજપના ત્રણેય રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી મતદારોને અાકર્ષિત કરશે.