કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. 9 ડિસેમ્બર 1946ના રોજ જન્મેલા સોનિયા ગાંધી આજે 72 વર્ષના થયા છે. આજે 9 તારીખે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. એવામાં કોંગ્રેસ સમર્થકો તેમને તેમના તરફી મતદાન કરી જીતાડવાનો પ્રયત્ન કરશે.
સોનિયા ગાંધીના જન્મદિવસ અને રાહુલ ગાંધીના તાજપોશીની તૈયારીઓમાં દિલ્લી કાર્યાલયને પહેલી વખત ફૂલહારથી સુશોભીત કરવામાં આવ્યુ છે. આ કાર્યાલયમાં રાષ્ટ્રીય નેતાઓને બાદ કરતા સ્થાનિક સાંસદો અને કાર્યકરો ખાસ હાજરી આપશે.
કોંગ્રેસના અધ્યક્ષપદેથી હવે સોનિયા ગાંધી રિટાયર્ડ થવાના છે. ત્યારે રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદ માટે પોતાનું નામાંકન ભર્યુ છે. અને 11 ડિસેમ્બર પછી તેઓ પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બની જશે તેવુ જાણવા મળી રહ્યુ છે. દિલ્લી કાર્યાલયમાં સોનિયા ગાંધીનાં જન્મદિવસ સાથે વિદાય સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
ત્યારે રાહુલ ગાંધીએ મા ને જન્મદિવસની શુભેચ્છા આપવા પૂજા કરી હતી. અને તેમણે આશીર્વાદ લીધા હતા.