રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાહુલ આજે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મધ્યગુજરાતના દાહોદ, મહિસાગર જિલ્લામાં લોકો સાથે મુલાકાત કરશે અને રાત્રે દિલ્હી પરત ફરશે. રાહુલ ગાંધીએ વરિષ્ઠ નેતા ઈરશાદ બેગ મિરજાના નિધન પર તેમના પરિવારને મળીને શોક પ્રગટ કર્યો હતો.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૨૫મીએ ૧૧.૧૫ કલાકે ગાંધીનગરના દહેગામમાં સભાને સંબોધીને ૧૨.૧૦ કલાકે બાયડ, ૧ વાગે બાયડના સાઠંબા, ૨ કલાકે લુણાવાડાના ઈંદિરા મેદાન ખાતે સભાને સંબોધન કરશે. બપોરે ૩.૧૫ કલાકે સંતરામપુરના મંદિર ગ્રાઉન્ડમાં સ્થાનિક નાગરિકોને સંબોધન કરીને રાહુલનો કાફલો ૪ કલાકે દાહોદના ફતેહપુરા વિધાનસભામાં આવતા સુખસર તરફ જશે. જયાં મારગેડા ચોકડી ખાતે સ્થાનિક આગેવાનો સાથે વાર્તાલાપ કરી સાંજે ૪.૫૦ કલાકે ઝાલોદના મુવાડા ચોકડી થઇને ૫.૩૦ કલાકે લીમડી થઇ સાંજે ૬.૧૫ કલાકે દાહોદના કોલેજ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધીને ૭ કલાકે વડોદરા પહોંચશે રાત્રે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.