ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચારનો અંત આવશે 9મી શનિવારે રાજ્યાના 19 જીલ્લામાં મતદાન થવાના છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેનભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડનો સમાવેશ થાય છે. આ 89 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કરો યા મરો નો જંગ ખેલાવાનો છે.
પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતની 89 બેઠકો 977 ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે. ભાજપ 22 વર્ષથી શાસન ઉપર છે. અને તે ફરી સત્તા કબ્જે કરવા માંગે છે. તો કેંગ્રેસ વનવાસ પૂર્ણ કરી સત્તારૂઢ થવા માંગે છે.
આજે વડાપ્રધાન મોદી પાડીદારોને પ્રભાવિત કરવા સુરતમાં સભા સંબોધશે તો સ્મૃતિ ઇરાની નીજરમાં, અમિત શાહ ઉ. ગુજરાતના સિધ્ધપુરમાં, જીતુ વાઘાણી ભાવનગરમાં, આનંદી બેન પટેલ વડોદરામાં, વિજય રૂપાણી ખેડા જીલ્લાના કઠલાલમાં પ્રચાર કરી રહ્યા છે. આજે ભાજપે પુરેપુરી તાકાત લગાવી છે. તો રાજકોટમાં યુપીના મુખ્યમેત્રી યોગી આદિત્યનાથે સભા સંબોધી હતી. પુર્વ વડપ્રધાન ડો. મનમોહન સિંહ પણ આજે રાજકોટમાં કોંગ્રેસના પ્રચાર માટે આવ્યા છે.