વિજ્ઞાનની દુનિયા પણ રહસ્મય છે. ટેકનિકલ વિકાસ તેમના ચરમસીમા પર છે. એક અવિશ્વનીય ખોજ છે એક વૃક્ષની જેના પર 40 પ્રકારનાં વિવિધ ફળો લાગે છે. શું તમે નહી માનો પરંતુ આ સાચે સાચું છે. એક વૃક્ષ પર ગ્રાફ્ટિંગની મદદથી 40 પ્રકારનાં ફળો ઉગે છે.
આ અનોખા અદ્ભૂત વૃક્ષનું નામ ટ્રી ઓફ 40 રાખવામાં આવ્યું છે. જેમાં બોર, સતાલુ, ખુબાની, ચેરી અને નેક્ટરાઈન જેવા ઘણા ફળો ઉગે છે. સેમ વોન એકેન ન્યૂયોર્કના સેરાક્યૂજ યૂનિવર્સિટીમાં વિઝ્યુઅલ આર્ટનાં પ્રોફેસર છે. ત્યારે એક ખેડૂત પરિવારથી છે. એટલે તેમને ખેતીનાં ક્ષેત્રનમાં કંઈક કરી છૂટવાની ભારે જિજ્ઞાસા હતી. પ્રોફ્સર વોન ટ્રી ઓફ 40 પર 2008થી કામ કરી રહ્યા છે.
8 વર્ષની છે મહેનત
ઉલ્લેખનીય છે કે ગ્રાફ્ટિંગ ટેકનોલોજીમાં અલગ અલગ ફળોની ડાળીઓને ટેકનોલોજી દ્રારા મુખ્ય વૃક્ષ સાથે જોડવામાં આવે છે.ત્યારે આ પ્રક્રિયા ત્યારે વપરાશમાં આવે છેએ કે જ્યારે વૃક્ષોમાં ફૂલો આવવા લાગે છે. ઉલ્લેખનીય છે કે ડાળીઓ પર ત્યાર પછી રસાયણિક લેપ લગાવવમાં આવે છે. પછી તેને બાંધવામાં આવે છે. 8 વર્ષની અથાક મહેનત પછી પ્રોફેસરને સફળતા પ્રાપ્ત થઈ છે. અને તેમણે એક એવું વૃક્ષ તૈયાર કર્યુ છે કે જેમાં 40 રીતાનાં ફળો આવે છે.