આ વર્ષે નવરાત્રીના ઉપવાસ (નવરાત્રી 2022) 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે. 9 દિવસ સુધી ચાલનારા આ શુભ અવસર પર, મા દુર્ગાના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે ખૂબ જ આદરપૂર્વક પૂજા અને ઉપવાસ રાખે છે.સાબુદાણા ચાટ બનાવવા માટે જરૂરી સામગ્રી– સાબુદાણા 1 વાટકી- બાફેલા 1 બટેટાલીલા મરચા 2ઘી કે તેલ પણ લઈ શકાયરોક મીઠું-દહીં-કાકડી-ટામેટા- લાલ મરચુંસાબુદાણા ચાટ બનાવવાની રીત-સાબુદાણાની ચાટ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં સાબુદાણા ઉમેરો.
સાબુદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી રાંધતા રહો. આ પછી, સાબુદાણાને એક અલગ વાસણમાં કાઢી, પેનમાં ઘી ફરીથી ગરમ કરો, બાફેલા બટાકાના નાના ટુકડા કરો અને ઉમેરો. ત્યાર બાદ તેમાં શેકેલા સાબુદાણા નાખો. હવે તેમાં મીઠું અને લીલું મરચું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જ્યારે સાબુદાણા તપેલીના તળિયે ચોંટવા લાગે તો સમજવું કે તે પાકી ગયો છે. હવે સાબુદાણાને અલગ પ્લેટમાં કાઢી તેની ઉપર દહીં, સમારેલી કાકડી અને ટામેટા ઉમેરીને સાબુદાણા ચાટ તૈયાર કરો.