વિશ્વભરમાં ક્લાઈમેટ ચેન્જની ચર્ચા વચ્ચે દેશના બે યુવાનોએ એક બેટરી બનાવી છે જે ન માત્ર ઈકો-ફ્રેંડલી જ ઝેરી પણ નથી. આ યુવાનોએ આ બેટરીમાં એવા પદાર્થોનો ઉપયોગ કર્યો છે, જેનો ઉપયોગ કોસ્મેટિક્સ અને દવાઓમાં થાય છે. આ બેટરીઓ બનાવતા યંગસ્ટર્સની શોધને વિશ્વના ટોચના આઠ સ્ટાર્ટઅપ્સમાં સમાવવામાં આવી છે અને હવે તેને સ્પેઇનમાં આમંત્રણ મળ્યું છે.
એલો ઈસેલ પ્રાઈવેટ લિમિટેડના સહ-સ્થાપક નિમિષા વર્મા અને નવીન સુમનના સ્ટાર્ટ-અપ્સને વિશ્વના ટોચના આઠ સ્ટાર્ટઅપ્સમાં શામેલ કરવામાં આવ્યા છે. આ બંને યુવકો રાજસ્થાન ટેક્નિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. તેઓએ બ્યુટી પ્રોડક્ટ્સ અને દવાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી એલોવેરાથી બનેલી બેટરીઓ બનાવી છે, જે માત્ર 100 ટકા ઇકો ફ્રેન્ડલી જ નહીં, હાનિકારક પણ નથી. ત્યારે આ બેટરી ગરમ થવા પર ફૂટતી પણ નથી.
આ બેટરીઓનો ઉપયોગ ઘડિયાળો, રિમોર્ટ અને રમકડાંમાં કરી શકાય છે. વિશેષ બાબત એ છે કે બેટરીમાં વપરાયેલ ઇલેક્ટ્રોલાઇટ્સ કુદરતી તત્વોથી બનાવવામાં આવ્યા છે. તેમને ઓક્ટોબરમાં યોજાનારી ‘ઇનોવેશન સમિટ 2019’ બાર્સિલોનામાં આમંત્રણ અપાયું છે. આ ઇવેન્ટનું આયોજન જાણીતી જર્મન કંપની શિંડર ઇલેક્ટ્રિક દ્વારા કરવામાં આવ્યું છે, જે 2015 થી 2025 દરમિયાન સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ પર કામ કરી રહી છે.
આ સ્પર્ધામાં ઘણા સ્ટાર્ટઅપ્સ સૂચિબદ્ધ થયા હતા, જે પછી તેના સ્ટાર્ટઅપને સ્થાન મળ્યું. આ પહેલીવાર નથી જ્યારે તેઓ પ્રથમ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, યુએસ, યુએઈ, સ્પેન, થાઇલેન્ડમાં પણ તેમના સ્ટાર્ટઅપ્સને પ્રશંસા મળી છે.