વલસાડમાં આજકાલ ભાજપ માટે વા વાયાને વાદળ વરસ્યાં જેવો ઘાટ થયો છે. અહીંના ચાલુ ધારાસભ્ય ભરત પટેલ સામે લોકોને વાંધો હતો. આ ચૂંટણીમાં ભરત પટેલ સામે એમનાજ કોળી સમાજનાં લોકો નારાજ હતા અધુરામાં પૂરું વલસાડમાં રસ્તા બનાવવામાં શરૂ થયેલી ખાયકી અને નગર પાલિકાના ભ્રષ્ટાચારથી લોકો પરેશાન હતા.
ભાજપના ધારાસભ્યના નાક નીચે ચાલતાં ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત હતાં એટલુંજ નહીં અહીં નગરપાલિકા ભ્રષ્ટાચારને રાજુ મરચા અને કેટલાંક એક્ટિવિસ્ટોએ ભેગા ભળીને નગરપાલિકાના કૌભાંડો બહાર લાવ્યા હતાં પરંતુ સૌના વિરોધ પછી સોનલની વાત સામે જુકેલા ભરત પટેલને ભાજપે ટીકીટ આપી.
ભાજપે ટીકીટ આપી દીધા પછી જોયુંકે અહીંથી જીતવું અઘરું છે કારણકે નગરપાલિકામાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ઉજેસ પટેલ કોળી સેનાનો પ્રમુખ છે અને એન સી પી માંથી ચૂંટણી લડવાનો હતો ભાજપને આ ખબર પડતાંજ ઉજેસનો ઉજાસ પથરાય એ પહેલાં પોતાના ખોળામાં બેસાડવાનું નક્કી કરી લીધું ઉજેસ પટેલની સામે ગાજર લટકાવ્યું કે જો જે ભાજપમાં જોડાઈ જાયતો એને વલસાડ નગરપાલિકાનો પ્રમુખ બનાવવાનું વચન આપ્યું ભાજપની આ ચાલ સફળ રહી જેના કારણે હવે કોળી સમાજના મત વહેંચાશે નહીં અને એક રહેશે જેથી ભાજપની જીતમાં તકલીફ ન આવે આમતો વાદળ છવાય તો સુરજ ઢંકાઈ જાય અને અંધારું થાય પણ ઉજેસ પટેલનો ઉજાસ કદાચ ભાજપને વલસાડથી ગાંધીનગરનો રસ્તો દેખાડે તો નવાઈ નહિ