સુરતના પરવત પાટીયા નજીકથી 108 એમ્બ્યુલન્સના બે પાયલોટ બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતાં. જેથી તેમને સારવાર અર્થે 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બન્ને પાયલોટે ફિનાઈલ પીધાનું તપાસમાં બહાર આવ્યું હતું. બીજી તરફ એક પાયલોટે નોકરી છીનવી લેવાતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સુસાઈડ નોટ લખેલી મળી આવી હતી. હાલ સિવિલમાં બન્ને પાયલોટની સારવાર ચાલી રહી છે.ત્યારે 108 ના ઇએમટીઓ હડતાલ ના મૂળમાં હોવાનું પણ સૂત્રો જણાવી રહયા છે…
આપઘાતનો પ્રયાસ કરનાર પાયલોટે લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યાનુસાર રાજેશ ગામીત ,
મહેશ ચૌહાણ અને દુર્ગેશ પરમારને અમદાવાદ બોલાવવામાં આવ્યાં હતાં. ત્રણેય પાયલોટને ટ્રાન્સફર યોગ્ય જગ્યાએ આપવાનું કહી બોલાવાયાં હતાં. પરંતુ ત્યાં બોલાવી અગાઉના સમયે સ્ટ્રાઈકમાં જોડાવાનું કારણ પુછવામાં આવ્યું હતું. જેમાં દુર્ગેશે જવાબ લખી આપ્યો હતો. જ્યારે રાજેશ અને મહેશે જવાબ ન આપતાં બન્નેને ટર્મીનેટ કરી દેવાયા હતાં. આજે ત્રણેય સુરત આવતાં દુર્ગેશને નોકરી પર ચડવા દેવાયો હતો. જ્યારે મહેશ અને રાજેશને નોકરી પર નહોતાં ચડવા દેવામાં આવ્યાં. જેથી બન્નેએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ઉપરાંત રાજેશ ગામીત પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે ગંભીર આક્ષેપ કરતાં કલેક્ટરને ઉદ્દેશીને લખ્યું હતું કે, ઈએમઈ કિરણ સરે ફોન કરીને અમદાવાદ મોકલ્યા હતાં. અમદાવાદમાં મેલારાવ સાહેને મળ્યાં ,જેમણે રીઝાઈન લેટર આપ્યો હતો. અને ભૂલ શું તે કહેતા ખરી ખોટી સંભળાવી હતી.સાથે જ કંઈ થાય તો કાર્યવાહી કોના વિરુધ્ધ કરવી તેના નામ પણ સુસાઈડ નોટમાં લખવામાં આવ્યા છે……તો બીજી તરફ ઘટનાની જાણ થતાં 108 ના અધિકારી પણ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા….
108 સેવા ઇમરજન્સીમાં મેડિકલ ટેક્નિસિયન તરીકેની ફરજ બજાવતા બંને કર્મચારીઓએ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કરતા અન્ય કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા…..અમદાવાદ બોલાવી ખોટી રીતે નોકરીથી બરતરફ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્મચારીઓ એ કર્યા હતા..ઉપરાંત સુરત સહિત સમગ્ર જિલ્લાના 108 સેવામાં ઇએમટી તરીકેની સેવા આપતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા અને જો બંને કર્મચારીઓને ફરી નોકરીએ નહીં લે તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર રહેવાની ચીમકી પણ ઉચરવામાં આવી હતી…તો બીજી તરફ સમગ્ર સુરત જિલ્લાની 108 સેવા સ્ટેન્ડબાઈ થઈ જતા દર્દીઓ પર પણ મોટી અસર પડી હતી….જેમાં કુલ 200 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરય હતા…
સુરતમાં ઇએમટી ના બંને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ આપઘાત પ્રયાસ બાસ બંને ને હાલ સિવિલ હોસ્પિટલ ખાત3 સારવાર આપવામાં આખી રહી છે…..સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બંને ઇએમટી ના કર્મચારીઓનું કવરેજ કરવા પોહચેલા મીડિયા કર્મીઓ સાથે ત્યાંના સીએમઓ દ્વારા ઉધટાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું….સિવિલ હોસ્પિટલના મેડિકલ ચીફ ઓફિસર સી.એસ.શર્મા ની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી હતી…..
સીએમઓ ની આ દાદાગીરી જોઈ હોસ્પિટલના દર્દીઓ સહિત અન્ય લોકો પણ દંગ રહી ગયા હતા….સીએમઓ સી.એસ.શર્મા અગાઉ પણ અનેક વખત વિવાદોના ઘેરામાં આવી ચુક્યા છે….ત્યારે સીએમઓ દ્વારા મીડિયા સાથેના ગેરવર્તણૂક બદલ ઉચ્ચ અધિકારીઓ શુ પગલાં ભરે છે તે બાબત મહત્વની બની રહે છે….સાથે જ હવે જોવાનું એ પણ રહે છે કે ,108 કર્મચારીઓની આ હડતાળ કેટલા સમય સુધી સીમિત રહે છે…..