2013માં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી, ભારતમાં યોજાયેલી ચૂંટણીઓમાં એક ક્રાંતિકારી ફેરફાર થયો હતો. 2013માં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને અાદેશ કર્યો હતો કે બેલેટ પત્ર અને ઇવીએમમાં ફેરફાર કરી નોટાનો સમાવેશ કરવામાં અાવે.આ આદેશથી લોકોને ચૂંટણીમાં મતદાન દરમિયાન NOTAનો(ઉપરોક્તમાંથી કોઈ નહીં) વિકલ્પ મળવા લાગ્યો.અાનાથી એ લોકોને ફાયદો થયો જેઓ કોઈને પણ મત અાપવા નથી ઇચ્છતા છતા મતદાન કરે છે.
છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રથમ વખત નોટા બટનની જોગવાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેક્શન વૉચ (નવી) ની ચુંટણીમાં, કેટલી વખત NOTAનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ડેટા પર નજર રાખવામાં અાવે છે.હિમાચલ પ્રદેશની તુલનામાં ગુજરાતના મતદાતાઓએ NOTAનો ઉપયોગ વધુ કર્યો હતો.
લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં અત્યાર સુધીમાં લગભગ 1.33 કરોડ વખત NOTAનો ઉપયોગ કર્યો છે.રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 2.70 લાખ વખત આ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.2017 માં પેટાચૂંટણીમાં ગોવાના વલપોઈ અને પણજીમાં લોકોએ મોટી સંખ્યામાં NOTAનો વિકલ્પ પસંદ કર્યો.બંને સ્થળોએ ખુબજ મોટા પ્રમાણમાં NOTAનો વિકલ્પ પસંદ થયો હતો.