ઘણા લોકો એવા ચાના દીવાના હોય છે કે તેમને સવારે ઉઠે એવી તરત ચા પીવા જોઇતી હોય છે. પરંતુ વધારે ચા પીવામાં આવે તો તે નુકસાન કારક હોય છે. પરંતુ તેના છોડ ખૂબ લાભદાયી હોય છે. ચા બનાવ્યા બાદ તમે જે કૂચા ફેંકી દો છો તે તમારી સુંદરતા વધારવા માટે કામ આવી શકે છે. સાથે અનકે શારીરિક સમસ્યાઓ પણ દૂર થઇ શકે છે. તો આવો જોઇએ ચાના કૂચાને કેવી રીતે ઉપયોગમાં લઇ શકાય.
આંખની નીચેના કાળા નિશાન પડી ગયા છે કે આંખોની નીચે સોજા આવી ગયા છે તો તમે ચાના કૂચાનો ઉપયોગ કરી શકો છો. તમે ટી બેગ વાળી ચા પીઓ છો તો તેને ઠંડી કે ભીની ટી બેગ્સને આંખ પર રાખો તેમા રહેલા કૈફીન આંખના દુખાવા, સોજા અને કાળા ડાઘને દૂર કરે છે.
ચાના કૂચા ત્વચાને સનબર્નથી બચાવે છે. સનબર્નના કારણે ત્વચા પર ડાઘ થઇ જાય છે તો તેને દૂર કરવા માટે ટી બેગને ઠંડા પાણીમાં ડૂબાડી દો. હળવા હાથથી દબાવતા ચહેરા પર થોડીક વાર રાખી મૂકો. સનબર્નની સમસ્યા દૂર થશે.
વાળ વધારે પ્રમાણમાં ડ્રાય ઠે તો ડ્રાયનેસને દૂર કરવાની સાથે ચમક લાવવા માટે ચાના કૂચા કુદકતી ઔષધી ઉપાય છે. તેને ઉપયોગમાં લેવા માટે તમે ચા પત્તીને પાણીમાં ઉમેરીને 15 મિનિટ સુધી ઉકાળી લો. પાણીને ઠંડુ કરી લો. તે બાદ વાળને શેમ્પુથી ધોઇ લો અને પછી વાળ પર ચાનુ પાણી લગાવો. 10 મિનિટ બાદ વાળને પાણીથી બરાબર ધોઇ લો.