સમાજના દરેક લોકો પોતાના શરીરનું ધ્યાન રાખવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે, ત્યારે એન્ટી ઓક્સીડેન્ટ વિટામીન સીથી ભરપૂર લીંબુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. લીંબુમાં વિટામીન સી, વિટામીન બી, કેલ્શિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડેટ્સ પ્રચુર માત્રામાં મળી આવે છે. જે આપણા શરીરના રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. સાથે જ વકેટીરિયા અને વાયરસના કારણે થતી બીમારીઓથી પણ બચવા માટે ખૂબ જ લાભદાયી હોય છે. તે આવો જાણીએ લીંબુના ફાયદાઓ વિશે…
લીંબુના 11 ફાયદાઓ
- લીંબુમાં પોટેશિયમ અને ફાસ્ફોરસ વિપુલ પ્રમાણમાં મળી આવે છે જે આપણા બ્રેન સેલ્સ અને નર્વ સિસ્ટમને મજબૂત કરે છે.
- લીંબુમાં વિટામિન સી, એન્ટી ઓક્સિડેન્ટ વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જે કેન્સર જેવા ભયાનક રોગ સામે લડવામાં મદદ કરે છે.
- લીંબુમાં આયરન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે લોહીમાં હીમોગ્લબિનની માત્રાને વધારે છે.
- લીંબુના રસને પાણીમાં મેળવીને પીવાથી શરદી જેવા ચેપી રોગો મટે છે.
- લીંબુનો રસ ગરમ પાણીમાં ભેળવીને પીવાથી પાચનક્રિયા જળવાય રહે છે.
- લીંબુનો રસ મસૂડોને સ્વસ્થ બનાવે છે.
- લીંબુના રસના સેવનથી કબજિયાત, ઝાડા, પેટની ખરાબી અને બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે.
- લીંબુનો રસ પીવાથી આપણા શરિરમાં ઉર્જા જળવાઈ રહે છે.
- લીંબુનું શરબત પીવાથી ત્વચાની રંગતમાં નિખાર આવે છે.
- લીબું ખાવાથી ઈન્યુનિટી વધે છે અને ઈજા પણ જલ્દી જ ઠીક થઈ જાય છે.
- લીંબુનો રસ પીવાથી આપણી આંખો સ્વ્સથ રહે છે.