વડોદરાના શિનોર ખાતે આવેલ ગોપાલ એસ્ટેટ કપાસની મિલમાં ભીષણ આગ ભભુકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. કપાસના ઢગલામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરતા કાળા ધુમાડાના ગોટે ગોટા ઉંચે આકાશ તરફ જતા દેખાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગની જાણ ફાયર વિભાગને કરાતા ડભોઇ નગર પાલિકા ફાયર ફાઈટર તથા કરજણ ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર ટિમ સહિત મિલ ના માલિક પોહચ્યા ઘટના સ્થળે આગ પાર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આગ ક્યાં કારણોસર લાગી તે અકબંધ રહેવા પામ્યું છે..