કોરોના ની વૈશ્વિક મહામારી માંથી સંસાર નાં સર્વ લોકો ને મુક્તિ મળે વિશ્વ સ્તરે અર્થ તંત્ર ની સંમૃધધિ અર્થે અને પુનઃ ઐશ્વર્ય પ્રાપ્ત કરે તેવા શુભ હેતુથી વિશ્વ હિંદુ પંડિત સંગઠન નાં ઉપલક્ષમાં ગુરુજી હેમેન્દ્ર ભાઈ દવે ના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય નાં અનેક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિશ્વ શાંતિ માટે નો યજ્ઞ ઘરમાં રહીને કરવામાં આવ્યો
ગુજરાત રાજ્ય નાં સનાતન ધર્મ ની ધરોહર તેવા વૈદિક કર્મકાંડી બ્રાહ્મણો સમુહ છે. જેમાં વડોદરા શહેર નાં શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ દ્વારા વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં લોકડાઉન ના નિયમ નું પાલન કરી ને ઘર માં રહી ને વિશ્વ શાંતિ માટે નાં યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું. અને યજન કર્યું કે આ વિશ્વ શાંતિ યજ્ઞ નું ફળ રાજ્ય નાં દરેક વ્યક્તિ નેં મળે તેવી મંગળ કામના કરવામાં આવી. સાથે સાથે કોરોના વાઇરસ ની સામે લડત આપતાં યોધ્ધાઓ જે ગુજરાત પોલીસ કર્મચારીઓ, સીવીલ ડીફેન્સ, ડોક્ટર, નર્સ, સ્વચ્છતા કર્મચારીઓ, પત્રકાર મિત્રો નું આરોગ્ય સારું રહે તેવી મંગળ કામના સાથે વિશ્વ સ્તરે અર્થ તંત્ર ની સંમૃધધિ અર્થે ભગવાન ને પ્રાર્થના કરી કે નવ ભારત નું સર્જન થાય.
विश्वशान्त्यर्थँ भगवत्कृपया कृतं दिव्यं हवनात्मकं कर्म भगवच्चरणयो: समर्पितमस्तु |