આજે આખું વિશ્વ જ્યારે કોરોના મહમારી સામે લડી રહ્યું છે અને મહાસત્તા ગણાતા દેશો કોરોના સામે ઘૂંટણે આવી ગયા છે ત્યારે ભારત એક નિર્ણાયક લડાઈ ની શરૂઆત કરી છે , ભારત સરકાર દ્ધારા લોકડાઉન ની અવધિ ને 3 મે સુધી વધારવામાં આવી છે અને લોકો ને ઘર માં જ રેહવાની આગ્રહ કરવામાં આવ્યો છે
ત્યારે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) વડોદરા ના કાર્યકર્તા અો દ્ધારા અલગ અલગ સ્થાનો પર જેમ કે કાલાઘોડા સર્કલ, સેફ્રોન ટાવર, ડાંડિયા બજાર સર્કલ, એમ એસ યુનિવર્સિટી કોમર્સ ગેટ જેવા વિવિધ સ્થાનો પર જનજાગૃતિ અંતર્ગત Stay home stay safe, Vadodara Fights against Corona જેવા વિવિધ સંદેશો સાથેના રોડ પેઇન્ટિંગ કરવામાં આવ્યા હતા.
કલા અને સંસ્કારીનગરી ના નામે ઓળખાતી વડોદરા માં કલા ના માધ્યમ થી ABVP ના વિદ્યાર્થીઓ લોકો માં
જનજાગૃતિ લવાવાનું પ્રયત્ન કર્યો હતો..!!