કોવીડ૧૯ કોરોનાને કારણે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા બીજા તબક્કાના લોકડાઉન દરમિયાન જરુરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવતો સરકારી અનાજનો જથ્થો વગે કરવાના ઉપરા ઉપરી કૌભાંડ ઝડપાઇ રહ્યા છે ત્યારે વધુ અકે કૌભાંડ જવાહનગર પોલીસે ઝડપી પાડ્યું છે. પંડ્યા બ્રિજ પાસેના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ભરીને વાઘોડિયા લઇ જતી વખતે બાજવા-છાણી રોડપર ગધેડા ગેટ ખાતે ન્યૂ ગુપ્તા ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસે અનાજની દસ ગુણો વગે કરનાર પેટા કોન્ટ્રાક્ટર ન્યૂ ગુપ્તા ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક, ડ્રાઈવર તથા ક્લિનરની જવાહરનગર પોલીસે ધરપકડ કરી અન્ય સંડોવાયેલા અનાજ માફિયાઓની પૂછપરછ કરી રહી છે અને દસ અનાજની ગુણો સહિત ટેમ્પો પૂરવઠા વિભાગને સોંપ્યો છે. ધરપકડ કરવામાં આવેલાઓમાં અરુણકુમાર રાજારામ માથોટ કે જે ટેમ્પોનો ડ્રાઈવર છે નિલેશ હરીકિશન પરમાર જે ટેમ્પો ટ્રાન્સપોર્ટ ઓફિસે લ ઇ ગયો હતો તથા ટ્રાન્સપોર્ટના સંચાલક પ્રવિણ જગદીશ ગુપ્તા જેના ઘરેથી ૬ ગુણો તથા ઓફિસેથી ચાર ગુણો મળી હતી તેઓની ધરપકડ કરી તપાસ, પૂછતાછ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે