વલસાડ શહેર માં લોકડાઉન નો સખત અમલ કરાવવાની કામગીરી યથાવત રહી છે અને લોકડાઉન તોડતા નાગરીકો ને દંડાત્મક કામગીરી ચાલુ રહી છે કોરોના ને શહેર થી દુર રાખવામાં પોલીસ , પ્રશાસન અને આરોગ્ય વિભાગ ની સંયુક્ત કામગીરી ખુબજ રંગ લાવી રહી છે કારણ કે વલસાડ બોર્ડર ઉપર જ મહારાષ્ટ્ર માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને બીજી તરફ સુરત માં પણ કોરોના એ કેર વર્તાવ્યો છે ત્યારે બન્ને વચ્ચે આવેલા વલસાડ માં તંત્ર ની આગોતરી તૈયારી કામ કરી ગઈ છે અને બોર્ડર સીલ કરી દેવતા કોરોના કાબુ હેઠળ રહ્યો છે. બોર્ડર અને શહેર માં ડ્રોન કેમેરા સાથે પોલીસ વાન રાત દિવસ પેટ્રોલીંગ કરી રહી છે ત્યારે વલસાડ માં કોરોના નો વાયરસ હજુ પ્રવેશવામાં અસફળ રહેતા ઉપર લેવલે વલસાડ ની નોંધ લેવામાં આવી રહી છે.