વડોદરા ના વાડી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતાં મહિલા પોલીસ કર્મચારી દક્ષાબેન નાનુભાઈ તા .૧૬/૫/૨૦ ના રોજ લોક ડાઉન ના બંદોબસ્ત માં કુરેશી મહોલ્લા ના નાકા ઉપર ફરજ પર હતા ત્યારે મદાર માર્કેટ , ખાનગાહ મહોલ્લા ખાતે રહેતો જુનેદ મહમદ હનીફ મલેક નામનો ઈસમ જ્યાં મહિલા પોલીસ કર્મચારી હાજર હતા ત્યાં પોઇન્ટ પાસે આવી થુકતાં તેને આ રીતે નહિ થુકવા માટે ઠપકો આપવા જતાં જુનેદ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો અને મહિલા પોલીસ કર્મી સાથે ઝપાઝપી ઉપર ઉતરી આવ્યો હતો અને હુમલો કરતાં આરોપી વિરુદ્ધ પગલાં ભરી હાઇકોર્ટ ની ગાઇડલાઇન મુજબ આરોપી નો કોરોના ટેસ્ટ કરાવી તા. ૧૮/૫/૨૦ ના રોજ જુનેદ ની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી એ કોરોના જેવી મહામારી માં પોતાના જાન ની પરવા કર્યા વિના સતત ફરજ બજાવતાં પોલીસ કર્મી ઉપર હુમલો કરેલ હોય તેની સામે પાસા દરખાસ્ત કરતાં પોલીસ કમિશ્નરે પાસા હેઠળ અટકાયત માં લઇ આરોપી ને સુરત જેલ માં મોકલી આપવા હુકમ કરતા તેને પાસ હેઠળ જેલભેગો કરાયો હતો.