કોરોના ની સ્થિતિ વચ્ચે ગુજરાત માં ચોથા તબક્કા ના લોકડાઉન માં કેટલીક છૂટછાટો સાથે દુકાનો ખોલવાની પરમીશન અપાઈ છે ત્યારે ગત રાત્રે દસ વાગ્યે વડોદરાના વેપારીઓને પણ દુકાનો ખોલવા માટે જણાવવામાં આવ્યું તો છે પરંતુ કયા કયા કંન્ટેઇમેન્ટ ઝોન સિવાયના ઝોન છે તે સ્પષ્ટપણે જણાવાયું ન હતું ત્યારે મંગળબજારમા કપડાં સહિતની દુકાનો ખુલી હતી મંગળજાર વેપારી એસોસિયેશનના પ્રમુખ જય ઠાકોરે જણાવ્યું હતું કે કોરોના ખતમ થયો નથી અને જે રીતે લોકોની ભીડ બજારોમાં જોવા મળી રહી છે તે જોતાં લોકોની તથા વેપારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે દુકાનો આજે ખુલ્લી હશે તે આવતી કાલે બંધ રખાશે આમ એકાંતરે વારાફરતી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. સરકાર તથા તંત્ર દ્વારા ગુમાસ્તાધારા અથવાતો વેરાપાવતીને આધારે એકી અને બેકી સંખ્યા ધરાવતા દુકાનદારોને નોન કન્ટેઇમેન્ટ ઝોનમાં ઓડ ઇવન પધ્ધતિથી દુકાનો ખોલવાની છૂટ તો આપવામાં આવી છે ત્યારે વેપારીઓ અસમંજસમાં છે લોકોની ભીડને ધ્યાનમાં રાખીને વેપારી મંડળ દ્વારા મંગળબજારમા ડિસ ઇન્ફેક્શન ટનલ મૂકવાની પણ માંગણી તથા વિચારણા કરવામાં આવી રહી છે.