હાલ સમગ્ર દેશ કોરોના વાઇરસ જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યો છે.વડોદરા સહિત સમગ્ર દેશ માં લોકડાઉન ની સ્થિતિ છે.તમામ નાગરિકો ને ઘર બહાર નઈ નીકળવા અપીલ કરવામાં આવી છે.કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે મુસ્લિમ ધર્મ ના પવિત્ર રમઝાન માસ ની પણ શરૂઆત થઈ ગઈ છે.ત્યારે શહેર ના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા તમામ નાગરિકો ને પોતાના ઘર માં રહી નમાઝ અદા કરવાની અપીલ કરવામાં આવી છે જેથી લોકડાઉન નો ભંગ ના થાય…તેવામાં શહેર પોલીસ ના ડી.સી.પી.ઝોન 4 અચલ ત્યાગી દ્વારા પણ મુસ્લિમો ને પોતાના ઘરમાં રહી રમઝાન ની નમાઝ અદા કરવામાં અપીલ કરવામાં આવી હતી.જેથી કોરોના વાઇરસ સામે સાથે મળી ને લડી શકાય..