વડોદરા માં કોરોના ની સ્થિતિ વધુ ગંભીર બની છે અને આજે એકજ દિવસ માં વધુ 16 પોઝોટિવ કેસ નોંધાતા કુલ આંક 173 ઉપર પહોંચ્યો છે ગતરોજ શનિવારે જાહેર થયેલા પોઝિટિવ કેસોમાં ગોત્રી જીએમઇઆરએસના ઓર્થોવિભાગના અને કોરોના વોર્ડમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતાં અંજુ પરમારનો પણ સમાવેશ થાય છે. 13 વર્ષ ની કોરોના પોઝીટીવ કિશોરી ના મોત બાદ તેની 10 વર્ષ ની બેન નો કોરોના પોઝીટીવ રિપોર્ટ તેમજ ત્રણ દર્દીઓ એવા હતા કે તેમની બીજા રોગની સારવાર ચાલી રહી હતી ત્યારે તપાસમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આમ સંક્રમણ વધી રહ્યું છે અને હવે વડોદરા ના નવા વિસ્તારો માં કોરોના એ દસ્તક દીધી છે શહેર ના સમાં,દિવાળીપુરા,તાંદળજા,અંકોડિયા માં વિસ્તારોમાં માં કોરોના ના દર્દી જોવા મળતા લોકો માં ભારે ગભરાટ ફેલાયો છે. દરમ્યાન આજે સીએમ વિજય રૂપાણીએ વડોદરા ના ધારાસભ્યો તેમજ સાંસદો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી સ્થિતી ની સમીક્ષા કરી હતી અને પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની આ કપરી વેળાએ જનપ્રતિનિધિઓ વિડીયો કોન્ફરન્સ, ઓડિયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ જેવા ટેકનોલોજીયુકત માધ્યમોના વિનિયોગથી પ્રજાજનોની સતત પડખે રહે અને મદદરૂપ થાય તેવું પ્રેરક સૂચન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ જનપ્રતિનિધિઓને આરોગ્ય સેતુ એપનો વ્યાપ વધુ લોકો સુધી પહોચે, સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને લોકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે ઉકાળા વગેરેના પ્રસાર માટે સૂચન કરવા સાથે જ તેમના પોતાના અને પરિવારજનોના આરોગ્ય સંભાળ માટે ચિંતા કરવા પણ અનુરોધ કર્યો હતો.
આ વિડીયો કોન્ફરન્સમાં વડોદરાથી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રત્રિવેદી, રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્યો જીતુભાઇ સુખડીયા, કેતનભાઇ ઇનામદાર, શૈલેષભાઇ, મધુભાઇ શ્રીવાસ્તવ, મનિષાબહેન વકીલ અને સીમાબહેન મોહિલે જોડાયા હતા.