વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને હાલમાં બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં કેટલાક રીક્ષાચાલકો દ્વારા શરૂઆતના એકવીસ દિવસના લોકડાઉન સમયે અગાઉ ગર્ભવતી મહિલાઓને નિ:શુલ્ક ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘર સુધી પહોંચાડવાની સેવા પૂરી પાડવામાં આવી હતી હવે જ્યારે લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે કીડનીની બિમારીથી પીડાતા ડાયાલિસિસના દર્દીઓને તેઓ દ્વારા ઘરેથી હોસ્પિટલમાં સારવાર અર્થે તથા સારવાર બાદ ઘરે મૂકવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે આવું માનવતાનું ઉદાહરણ પૂરું પાડનાર આ રીક્ષાચાલકો વહેલી સવારે ઊઠીને શાકભાજી ની વર્ધી કરી તેમાંથી જે આવક થાય તે આવકમાંથી ગેસ પૂરાવી આ સેવાઓ પૂરી પાડી રહ્યા છે