આજે લોકડાઉનના બીજા તબક્કામાં શ્રી વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ-વડોદરા દ્વારા ધરમેન્દ્રસિંહ વાઘેલા ની અધ્યક્ષતામાં વડોદરા જીલ્લા તથા વડોદરા શહેરમાં સ્
લમ વિસ્તારોમાં અનાજની કિટોનુ તથા શાકભાજીનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા જ્યારથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી આ સેવાઓશરૂ કરવામાં આવી છે અને જ્યાર સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવામાં આવનાર છે આ સેવામાં મહાકાલ સેના તથા શક્તિ સેનાના યુવાનો સેવા પૂરી પાડી રહ્યા છે અને સ્લમ વિસ્તારોમાં જરુરિયાતમંદોને આ અનાજની તથા શાકભાજી ની કીટો ઉપરાંત હેન્ડ સેનેટાઇઝર તથા માસ્કનુ પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.