વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારી રાજેન્દ્રભાઇ મકવાણાને ગતરાત્રે દસ વાગ્યાની આસપાસ ફરજ પરથી પરત ઘરે જતી વખતે એક પાકીટ મળ્યું હતું જે તપાસતાં તેમાં એક પોલીસ કર્મીનો ફોટો તથા આઇડી પ્રુફ, લાઇસન્સ તથા બેંક એટીએમ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ્સ હતા જેથી રાજેન્દ્રભાઇએ માનવતા દાખવી આ પાકીટ પ્રતાપનગર ત્રણ રસ્તા પાસેના ફરજ પર હાજર પોલીસ અધિકારી આર.એન.પરમાર ને સુપ્રત કર્યું હતું ત્યારે આ પાકીટમા તપાસ કરતાં અગત્યના ડોક્યુમેન્ટસ તથા તેમાં મળી આવેલ ફોટો અને મોબાઈલ નંબર પરથી સંપર્ક કરતાં આ પાકીટ રાકેશ ભાઇનું હોવાનું જાણવા મળતા પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એન.પરમારે આ પાકીટ જેઓનું હતું તે રાકેશભાઇને સહીસલામત સૂપ્રત કર્યું હતું અને વીએમસી કર્મચારી રાજેન્દ્ર મકવાણાની પ્રામાણિકતાને બિરદાવી હતી.