એકતરફ કોવીડ૧૯ કોરોના મહામારીને લીધે લોકો પરેશાન છે સાથે સાથે લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ઉપરથી આકરી ગરમી પડી રહી છે ત્યારે બીજીતરફ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોને પીળું અને ગંદુ પીવાનું પાણી મળી રહ્યું છે જો આવા પાણીને લીધે પાણીજન્ય રોગ કોલેરા વગેરે થાય તો જવાબદાર કોણ?એક તરફ આરોગ્ય વિભાગ તથા ડોક્ટરો કોવીડ૧૯ સામે લોકોના જીવન બચાવવા માટે રાતદિવસ એક કરી રહ્યા છે તેવામાં આ પૂર્વ વિસ્તારમાં ગંદુ પીવાનું પાણી જો રોગચાળો ફેલાવવા નિમિત બને તો જનતા જશે ક્યાં? એક તરફ લોકડાઉન છે લોકો આર્થિક તકલીફોનો સામનો પણ કરી રહ્યા છે તેવા સમયે તંત્રના પાપે પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે ત્યારે દરરોજના ₹ ૨૦/- નો પાણીનો એક જગ ખરીદવા માટે મજબૂર લોકો પૈસા ક્યાંથી લાવશે? તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ.શહેરનાપૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદજકાતનાકા વિસ્તારમાં આવેલ હિરાબાનગરસોસાયટીના પાછળની લાઇનમાં ઉનાળામાં પાણી જ નથી મળી રહ્યું.વડોદરા મહાનગરપાલિકાના તંત્રના પાપે વેરો ભરતા પૂર્વ વિસ્તારના શહેરીજનોને પીવાનું ગંદુ પીળું પાણી મળી રહ્યું છે તો ક્યાંક પાણી જ નથી મળી રહ્યું.