વડોદરા શહેરમાં કોરોના એ કહેર મચાવ્યો છે અને લોકલ ટ્રાન્સમિશનના કેસો પણ વધી રહ્યા છે ત્યારે શહેરના દાંડીયાબજાર વિસ્તારમાં જ્યાં કહાર લોકોની વધુ વસ્તી છે ત્યાં એક કોરોના સંક્રમિત વ્યક્તિ કે જેને હોસ્પિટલમાંથી રજા આપી હોમ ક્વોરન્ટાઈન રહેવાની સૂચના હોવા છતાં આજે વહેલી સવારથી કહાર મહોલ્લામાં આંટાફેરા કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જેથી સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી અને જાતે જ સૌએ ફિનાઇલ, ડેટોલ વગેરે રસ્તાઓ પર નાંખી સેનેટાઇઝ કર્યું હતું અને તંત્રને અહીં સેનેટાઇઝેશન કરવા માટે માંગણી સાથે આ વ્યક્તિને પોલીસ દ્વારા ફરજિયાત ઘરમાં ક્વોરન્ટાઈન રહેવા પગલાં ભરવાની માંગ કરી હતી.