જે પ્રકારે સમગ્ર વિશ્વમાં કોરોના જેવી વૈશ્વિક મહા મારી ચાલી રહી છે સમગ્ર દેશ મા લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે વાત કરીએ વડોદરા ની તો વડોદરા શહેર ના ન્યુ વાસણા રોડ સ્થિત આવેલ કોન્ક્રીટ નું તૈય્યાર મટીરીયલ બનાવતી પરિસી કન્સ્ટ્રકશન ના મજૂરી કરતા 35 થી 40 શ્રમજીવીઓ ને છેલ્લા 3 મહિના થી પગાર આપવામા નથી આવ્યો તેવો આક્ષેપ ત્યાંના શ્રમજીવી એ કર્યો હતો તથા લોકડાઉન ને લઇ અનેક મુશ્કેલીઓ નો સામનો આ મજૂરી કરતા વિવિધ રાજ્યો ના શ્રમજીવી ઓ ને કરવાનો વારો આવ્યો છે.તથા મીડિયા ના માધ્યમ થી શ્રમજીવીઓ એ પોતાના વતન જવાની પ્રશાસન પાસે માંગણી કરી હતી