વડોદરા શહેરમાં હવે નોવેલ કોરોના કોવીડ૧૯ પોઝિટિવ કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં વડોદરા શહેરના રેડઝોન વિસ્તારોની આસપાસ જેમાં રાવપુરા, નવાપુરા વિસ્તારોમાં પોલીસ સાથે બીએસએફના જવાનો દ્વારા સવારે તથા સાંજે ફૂટમાર્ચ કરવામાં આવી રહી છે તથા બપોરે બે વાગ્યા પછી શાકભાજીના ફેરીયાઓ તથા દુકાનદારો પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે સાથે સાથે શહેર પોલીસ કમિશ્નરશ્રીની સૂચનાઓ મુજબ સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ થાય તે માટે પોલીસ જવાનો દ્વારા ઠેરઠેર ચોકસાઈ વર્તવામાં આવી રહી છે ત્યારે આજરોજ પોલીસ સાથે બીએસએફના જવાનો દ્વારા રાવપુરા તથા નવાપુરા રેડઝોન ની આસપાસના વિસ્તારોમાં ફૂટમાર્ચ યોજવામાં આવી હતી.