હાલ દેશ માં યુદ્ધ જેવી સ્થિતિ છે લોકો ઘરમાં પુરાઈ ગયા છે અને કોરોના એ કહેર મચાવ્યો છે તેવે સમયે અવિરત સેવા આપનાર 108 ની ટિમ ની સેવા ભાવના ની પણ નોંધ લેવીજ પડે
વલસાડ જિલ્લામાં ઇમરજન્સી કેસ ૨૯૪૦ અને કોરોના ના શંકાસ્પદ જણાતા ૧૩૦કેસ વલસાડ જીલા ની ૧૦૮ ની ટીમ દ્વારા એટેન્ડ કરાયા છે. જોકે સારી વાત તો એ છે કે સદનસીબે હજુસુધી
વલસાડ જીલ્લા માં કોઈ કેસ પોઝિટિવ નોંધાયો નથી.
જેમાં વલસાડ ના કુંડી ગામે રહેતા માનસી પટેલ છેલ્લા સાત વર્ષથી 108 માં ફરજ બજાવી રહ્યા છે તેમના લગ્ન ને સાત વર્ષ થયાં છે અને આઠ માસ નો પુત્ર પણ છે આવા નાનકડા પુત્ર ને તેઓ ઘરે મૂકીને હાલ ની કોરોના ની સ્થિતિ ને જોતા રાષ્ટ્ર ભાવના થી પ્રેરાઈ ને ફરજ ને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે સૌ કોઈ તેઓને આ ઉમદા સેવાકીય ફરજનિષ્ઠ કામગીરી ની સરાહના કરી રહ્યા છે.