હાલ લોકડાઉન માં પોતાના વતન જવા માંગતા પર પ્રાંતીય ભાઈ બહેનો વતન જવા માટે અસમંજસ ની સ્થિતિ વચ્ચે સત્યડે માં અહેવાલો આવતા સોસિયલ મીડિયા મારફતે તેઓએ સત્ય ના ન્યૂઝ જોઈ નિર્ધારિત સ્થળે મોટી સંખ્યા માં ઉમટ્યા હતા વલસાડ મામલતદાર મનસુખ વસાવાના નિવેદન બાદ પરિસ્થિત નો તાગ મેળવવા સત્ય ડે ની ટીમ વલસાડ વાઘલધરા ચેકપોસ્ટ ખાતે પહોંચી હતી અને હાલ ની સ્થિતિ અંગે નો તાગ મેળવ્યો હતો.અહીં આવેલા લોકો એ જણાવ્યુ હતું કે સોસિયલ મીડિયામાં સત્યડે માં તરતજ ફ્લેશ થયેલા લોકલ ન્યૂઝ જોઈ અહીં મોટી સંખ્યા માં બધા પહોંચી ગયા હતા અને ચેકપોસ્ટ પર જરૂરી પ્રોસિઝર કરી વતન જવા નીકળી ગયા હતા
અહીં આવનાર નું મેડિકલ ચેકઅપ કરાતું હતું અને સોશિયલ ડિસ્ટનિંગ સહિત ના નિયમો સમજાવવામાં આવતા હતા અને બાદમાં પોતાના માદરે વતન જવા દેવાની છૂટ આપવામાં આવતી હતી.