સરકાર દ્વારા કોરોના થી વધુ પ્રભાવિત હોટસ્પોટ વિસ્તારો સિવાય ના સ્થળો એ નાના વેપારીઓ ને દુકાનો ખોલવાની મંજૂરી આપ્યા બાદ વલસાડ શહેર માં આજે અખાત્રીજ ના દીને સવાર થી નાના વેપારી ઓ પોતાના ધંધા અને રોજગાર ખોલ્યા હતા
ગુજરાત સરકારના આદેશ અનુસાર આજે રવિવાર હોવા છતાં વલસાડના નાના વેપારી જેમકે મોબાઈલ રિચાર્જ ગ્રોસરી સ્ટોર અનાજ કરિયાણા સ્ટોર મોબાઇલ શોપ એસી રીપેરીંગ ફ્રિજ રીપેરીંગ મોટર રીપેરીંગ ચશ્મા ની દુકાન મોબાઇલ રીપેરીંગ તેમજ ટાયર પંચર વાળા પોતાની દુકાન ખોલી ધંધા રોજગાર ચાલુ કર્યા હતા
જોકે વલસાડમાં વહેલી સવારે ઘણા એવા વેપારી અજાણ હોવાના કારણે સરકારના આદેશ અનુસાર દુકાન જેની ના ખોલવાની આદેશ આપેલ છે તેઓ જાણતાં બહાર નીકળી પડ્યા હતા પરંતુ વલસાડ પોલીસે તમને સમજણ આપી હતી અને ઘરે પરત મોકલ્યા હતા
આમ વલસાડ માં ઘણા દિવસથી ઘરે બેસી કંટાળી ગયેલા વેપારીઓ આજે રવિવાર હોવાના કારણે પણ પોતાના ધંધા-રોજગાર ચાલુ કર્યા હતા જેનાથી બજાર માં લોકડાઉન વચ્ચે થોડી ચહલ પહલ નજરે પડી હતી