રાજ્ય માં બોર્ડ ની લેવાયેલી બોર્ડ ની પરીક્ષાઓ બાદ લોકડાઉન માં ઉતરવહી તપાસણી નું કામ ખોરંભે પડ્યા બાદ હવે આ કામગીરી શરૂ થઈ છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ નું ધ્યાન રાખી ધોરણ 10 અને 12 ના પરીક્ષાની ઉત્તરવહીના તપાસણી નું કાર્ય પુરજોશ માં ચાલુ છે આજે 5 માં દિવસે આ કામગીરી ચાલુ હતી અને આવતા 5 દિવસો માં ઉત્તરવહી ચકાસણી ની કામગીરી પૂર્ણ થઈ જશે, વલસાડ ના બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે ધોરણ 12 ના સોસિયોલોજી અને સાયકોલોજી વિશે પરીક્ષણ કેન્દ્ર ચાલે છે વલસાડ જિલ્લાના અન્ય ગામો અને શહેરો માં પણ આ પરીક્ષણ કેન્દ્ર ચાલે છે જે સોશિઅલ ડિસ્ટન્સીન્ગ ને ધ્યાન માં રાખી ઉત્તરવહી ચકાવસમાં આવતી હોય છે તેવું વલસાડ બાઈ આવા બાઈ હાઈસ્કૂલના આચાર્ય અશ્વિન રાવલે સત્યડે સાથે ની વાતચીત માં જણાવ્યું હતું.