વલસાડ જીલામા કોરોના વાઈરસ ની એન્ટ્રી ને લઈ તંત્ર માં દોડધામ છે ત્યારે લોકડાઉન નો અમલ કરવા હવે લોકો ઘરમાં પુરાઈ જવાનું મુનાસીબ માની રહ્યા છે તેવે સમયે વલસાડ ના વેપારી એસોસિએશન દ્વારા તા 22 /4 થી તા.26/4 / 2020 સુધી બજાર માં સંપુર્ણ બંધ પાળવાનો નિર્ણય લેવાયો છે. વલસાડ શહેર ના છિપવાડ માં આવેલ અનાજ હોલસેલ ,સેમીહોલસેલ ,મરી મસાલા,તથા અન્ય નાના મોટો ધંધો કરતા વેપારીઓ બંધ પાળશે તેમજ
બાહર ગામ થી આવતી ગાડીયો ને બપોરે 12 પછી ખાલી કરાવવા સાથે વેપાર બંધ રાખવા નો નિર્ણય કરાયો છે
સાથે જ તા.26/4/20 પછી નો નિર્ણય પરિસિ્થતી જોઈને લેવામાં આવશે
વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડલ ના આ નિર્ણય કોરોના સામે લડવા માટે સહયોગ ના ભાગરૂપે લેવામાં અવ્યો છે. આમ હવે વલસાડ પંથક માં કોરોના નો પ્રભાવ વધતા તકેદારી ના પગલાં ભરવામાં આવી રહ્યા છે.