વલસાડ ની ડીએસપી કચેરી નજીક એક કાર ના બોનેટ માંથી ધૂમાડા નીકળતા ભારે દોડધામ મચી ગઇ હતી કાર માંથી ધુમાડા નીકળતા જ ગાડી પણ બંધ થઈ જતા કાર ચાલકે કાર ને સાઈડ માં ઉભી કરી દીધી હતી જોકે નજીક ના સર્કલ પાસે ઉભેલા મહિલા પોલીસ કર્મી એ સતર્કતા દાખવી તાત્કાલિક ફાયર વિભાગ ને જાણ કરતા હતી તત્કાલીન સ્થળ ઉપર દોડી ગયેલ ફાયર વિભાગ ની ટીમેં સ્થળે પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો કાર ચાલક મોટા વઘાછીપા થી પિતા સાથે વલસાડ દવા લેવા માટે આવ્યા હતા.. તેમની આઇ – 10 ગાડી (ગાડી નં. જીજે – ૧૫ – સીએ – ૦૮૪૪) જે સીએનજી કીટ હોવા નાં કારણે તેઓ ગભરાઈ ગયા હતા.