કોરોના ની સ્થિતિ માં પી એમ દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવા સાથેજ પબ્લિક ટ્રન્સપોર્ટ પણ બંધ થઈ જતા હજ્જારો શ્રમિકો હાઇવે પર ચાલતા પોતાના વતન જવા સ્થળાંતર કરી રહ્યા હતા તે વાત રાજ્ય સરકારનું ધ્યાન જતા સ્થળાંતર કરતા તમામ શ્રમિકોને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ કરાતા વલસાડ જિલ્લામાં 5 નવસારીમાં 3 અને ડાંગમાં શેલ્ટર હોમ તૈયાર કરી તેઓ ને ત્યાં શિફ્ટ કરી રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે લોક ડાઉન લંબાતા હવે આવા લોકો પોતાના વતન જવા માટે માંગ કરી રહ્યા હોય અને હજુપણ લોકડાઉન લંબાઈ શકે તેમ હોય આખરે આવા લોકો ને વતન મોકલવા નક્કી થયું હતું અને તે માટે સરકારે ખાસ એસટી બસો ફાળવી આશ્રિતો ને રવાના કરાવાની કામગીરી શરૂ કરી છે વલસાડ એસટી ડિવિઝનમાં આવતા ત્રણ જિલ્લાઓમાંથી મધ્યપ્રદેશના કુલ 164 જેટલા શ્રમિકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને બસોમાં મધ્યપ્રદેશની બોર્ડર સુધી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રાથમિક ટેસ્ટ કરી વતન પહોંચાડશે
મધ્યપ્રદેશના શ્રમિકો વલસાડ, નવસારી અને ડાંગમાં લોકડાઉન દરમિયાન ફસાયા હતા. મધ્યપ્રદેશના 164 શ્રમિકોને એસટી બસ મારફતે મધ્યપ્રદેશ બોર્ડર સુધી મુકવાની કામગીરી શરૂ થઈ છે. મધ્યપ્રદેશ બોર્ડરથી ત્યાંની સરકાર શ્રમિકોને તેમના પ્રાથમિક ટેસ્ટ કરાવી વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશે.આમ આખરે આવા વચ્ચે અટવાઈ ગયેલા લોકો ને પોતાના વતન જવાનો મોકો મળતા તેઓમાં આનંદ ની લાગણી જોવા મળી હતી. વલસાડ થી 4 એસટી બસો ફાળવવામાં આવી હતી જેમાં કેટલાક લોકો રવાના થયા હતા.