કોરોના ની મહામારી ચાલી વચ્ચે ભારત સરકાર દ્વારા લોકડાઉન 0.2 ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વલસાડમાં લોકડાઉન નાં ભંગ બદલ જપ્ત કરેલ વાહનો સ્થાનિક પોલીસ મથકે થી દંડ ભરી લઈ જવા જણાવાયું છે ત્યારે કેટલાક તો દંડ પણ ભરી શકે તેવી સ્થિતિ માં નહિ હોવાથી વાહનો લઈ જઈ શકે તેવી સ્થિતિ માં નહિ હોવાથી હજુપણ વાહનો નો જમાવડો યથાવત છે કેટલાક લોકો ના પગાર કે પૈસા એકાઉન્ટ માં પણ નહી હોવાથી જપ્ત કરવા માં આવેલી ગાડીઓ નો દંડ ૩૦૦૦ થી ૪૦૦૦ ભરવા સક્ષમ નહિ હોવાથી હવે આવા લોકો લોકડાઉન તોડવા બદલ પસ્તાય રહ્યા છે. વલસાડ માં કોરોના વાયરસ ની ગંભીરતા અંગે લોકો ને સાવચેત કરી નિયમો નું પાલન કરવા વારંવાર સમજાવવા માં આવ્યા હોવા છતાં લોકો લોકડાઉન તોડી રહ્યા હોય આખરે લોકડાઉન નું કડક પાલન કરવા માટે આકરા દંડ સાથે વાહનો ડિટેઇન કરવાની શરૂઆત કરાતા લોકો એ લોકડાઉન નો અમલ કરવાનું શરૂ કર્યું હતું પણ જે લોકો લોકડાઉન ની ગંભીરતા ન સમજી બહાર નીકળતા હતા તે પૈકી કેટલાક પાસે વાહન છોડાવવા માટે પૈસા નહિ હોવાથી લોકડાઉન તોડવા માટે પસ્તાય રહ્યા છે.