વલસાડ માં તંત્ર દ્વારા શરૂઆત માં જ બોર્ડર સીલ કરી દેવાતા કોરોના વાયરસ દૂર રહ્યો છે અને શરદી , ખાંસી ના શંકાસ્પદ કેસો પણ સામાન્ય નીકળતા સદનસીબે હજુસુધી કોઇ પોઝીટીવ દર્દી નોંધાયો નથી ત્યારે તંત્ર એ હાશકારો અનુભવ્યો છે પરંતુ વલસાડ માં લોકો લોકડાઉન પાળવા માટે તંત્ર ની અપીલ ને અવગણી રહ્યા છે અને નિયમો પાળતા નથી, કામ વગર બહાર નીકળવું , બાઇક ઉપર એક થી વધુ સવારી તેમજ ભીડ કરવી વગરે મામલે જાગૃતિ કેળવતા નથી પરિણામે તંત્ર વાહકો પણ મુશ્કેલી માં મુકાયા છે. વલસાડ માં જાહેર માર્ગો ઉપર બાઇક ઉપર લોકો બિન્દાસ નીકળી પડ્યા હતા અને મામલતદાર કચેરી માં પણ લોકો ની લાઈનો લાગતા ભીડ જમા થઈ ગઈ હતી અને સોશ્યલ ડિસ્ટિંગ જળવાતું નહિ હોવાનું જણાય આવ્યું હતું આમ વલસાડ માં લોકો જ નિયમો ના ભંગ કરી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.