વલસાડ માં ફરી રાત્રે જિલ્લા કલેકટર ખરસાણ દ્વારા જાહેરનામુ બહાર પાડી વલસાડ શહેરી હદ વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સિવાય ની દુકાનો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે,ગુજરાતમાં કેટલીક દુકાનો અને કામ ધંધા શરૂ કરવાની છૂટ આપ્યાને 6 કલાકમાં જ સરકારે આ છૂટછાટ પાછી ખેંચી લેવાની ફરજ પડી છે સરકારએ ગઈકાલે સાંજે જ જાહેરનામું બહાર પાડી કેટલીક ચોક્કસ દુકાનો અને ચોક્કસ વિસ્તારમાંની જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. આજે સવારે 8 વાગે દુકાનો ચાલુ થવા લાગી અને બપોર સુધીમાં તો આ નિર્ણય એકાએક પાછો ખેંચી લેવામાં આવ્યો છે. તેના કારણો માંસવારથી દુકાનો ખુલતા ભીડ થઈ ગઈ હતી અને ડિસ્ટન્સિંગનુ પાલન કરાતું ન હતું અને લોકડાઉન ખુલી ગયું હોય તેમ લોકો બહાર નીકળી ને ખરીદી ના બહાને ટહેલવા નીકળતા કોરોના નું સંક્રમણ વધવાનું જોખમ ઉભું થતા જ કોરોના નો વાવર વકરે તેવી સ્થિતિ ઉભી થતા તાત્કાલિક દુકાનો ચાલુ કરવાનો નિર્ણય પાછો ખેંચાયો હતો.