વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓડ ઇવન (એકી-બેકી)મિલકત નંબરોના આધારે એકી અને બેકી તારીખના રોજ દૂકાનો ખોલવા અંગે ના તંત્ર ના નોટિફિકેશન મુજબ દુકાનો ચાલુ થઈ છે , છેલ્લા 55 દિવસથી લોકડાઉન બાદ ધંધા અને વ્યવસાયોને છૂટ અપાતાં બજાર માં થોડો સંચાર થયો છે.આ છુટ સવારે 8 થી સાંજે 4 સુધી રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નવી છુટછાટોને મંજૂરી અપાતા તે મુજબ બધું ચાલુ થયુ છે.
નવા રંગરૂપ સાથે લોકડાઉન 4.0ની કેન્દ્ર સરકારે જાહેરાત કર્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્થિતિ મુજબ 17 મે પછીથી ઘણી છૂટછાટો આપવાની જાહેરાત કરી હતી. જેને ધ્યાને લઇ રાજ્યના ગૃહ વિભાગનું નોટિફિકેશન મળ્યા બાદ વલસાડ કલેકટર સી.આર.ખરસાણે જિલ્લા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.જેમાં સેલુન,બ્યુટીપાર્લરથી લઇ પાનના ગલ્લાં સુધીની દૂકાનો ખોલવાની પરવાનગી અપાઇ છે.પરંતું કોરોના વાયરસની સંક્રમણને રોકવા માટે સમય મર્યાદા પર રોક લગાવી અપવાદો બાદ કરતાં તમામ ધંધા માટે સમય સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધીની
છુટ સાથે લોકડાઉનન. જારી રહેશે
કોરોના વાયરસના વલસાડ જિલ્લામાં કુલ 15 કેસ થઇ જતાં હજી સાવધાની વર્તવાની આવશ્યકતાને જોતાં સોશ્યિલ ડિસ્ટેન્સિંગ, માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ, સેનિટરાઇઝેશનની ખુબ જ ગંભીરતાથી કાળજી લેવી પડશે. ક્યાંય ભીડ ન કરવી તથા એક બીજાથી સામાજિક દૂરી જાળવવી પડશે. જો કાયદાનો ભંગ કરાશે તો સખત કાર્યવાહી પોલિસ વિભાગ દ્વારા કરાશે જોકે આ રીતની છૂટછાટ ને લઈ બજારો માં થોડી ચહલ પહલ થતા વેપારીઓ માં પણ થોડી રાહત ની લાગણી જોવા મળી રહી છે.