કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં જુદાજુદા વિસ્તારો માં દવા નો છંટકાવ અને સેનેતાઇઝ કરવાની કામગીરી શરૂ થઈ છે.
વલસાડ જિલ્લા માં ત્રણ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી એક નું કરુણ મોત થતા વલસાડ શહેર સહિત જિલ્લા માં આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા સાવચેતી ના પગલાં ભરવામાં આવી રહ્યા છે સદનસીબે ત્યારબાદ કોઈ કેસ નહિ નોંધાતા તંત્ર એ રાહત નો શ્વાસ લીધો છે પરંતુ તંત્ર કોઈ રિસ્ક લેવા માગતું નથી અને કેટલાક પ્રતિબંધ સાથે લોકડાઉન નો કડક અમલ કરાવાઇ રહયો છે.