વલસાડ જિલ્લામાં એસટી બસ સેવા નો પ્રારંભ થયો છે , વલસાડ ડિવિઝન દ્વારા આંતર જિલ્લામાં બસ સેવા શરૂ કરવાની મંજૂરી મળતા હવે બસ સ્ટેશન થી બસ ઉપાડશે અને બસ સ્ટેન્ડ સિવાય વચ્ચેના તમામ સ્ટોપ હાલ પૂરતા રદ્દ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. યાત્રીઓએ આરોગ્ય સેતુ એપ સાથે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને મુસાફરી કરવાની રહેશે . તમામ બસ ને સ્ટેન્ડ પર સ્ક્રીનિંગ કરીને યાત્રીઓને બસમાં બેસાડવામાં આવશે અને કોરોના ના નિયમો નું કડક પાલન કરાશે
૧૧૪૫ શીડ્યુલ અને ૭૦૩૩ ટ્રીપથી સંચાલન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી જનતા ને રાહત રહશે. જોકે બસ કોઈ પણ રૂટ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી પસાર થશે નહિ.
ત્યારે વલસાડ ડેપો ઉપર પ્રથમ બસો ને સેનેટરાઈઝર કરી મુસાફરો ને થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યા છે અને મુસાફરોને
ફરજિયાત માસ્ક પેહરવી બસો રવાના કરવામાં આવી હતી
વલસાડ ડિવિઝન કચેરીમાં આવતા નવસારી અને ડાંગ જિલ્લામાં પણ આંતર જિલ્લામાં બસ સેવાશરુ કરાશે. તાલુકા મથકે બનાવેલા બસ ડેપો સિવાય વચ્ચેના તમામ બસ સ્ટેન્ડ પર બસ ઉભી નહિ રહે. બસના યાત્રીઓએ બસ સ્ટેન્ડ પર ફરજિયાત પહોંચવું પડશે. બસમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને હાલ 30 યાત્રીઓથી વધારે યાત્રીઓને બેસવા દેવામાં આવશે નહિ. બસ ડેપો પર યાત્રીઓનું સ્ક્રીનિંગ થશે. વલસાડ જિલ્લાના 6 તાલુકાઓમાં 20 શિડ્યુલમાં 145 ટ્રીપ દોડાવશે, નવસારી જિલ્લાના 6 તાલુકાઓમાં 20 શિડ્યુલમાં 160 ટ્રીપો અને ડાંગ જિલ્લામાં 12 શિડ્યુલમાં 139 ટ્રીપો દોડાવશે. યાત્રીઓએ ફેસ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. રાજ્ય સરકાર દ્વારા આંતર જિલ્લાઓમાં બસ સેવા ફરી શરૂ કરવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘણી રાહત મળશે.