વલસાડ જિલ્લા કલેકટરના આદેશ અનુસાર વલસાડ ના મામલતદાર કચેરી અને નગરપાલિકા દ્વારા વલસાડ માંથી જે પરપ્રાંતીય પોતાના વતન જવા માંગે છે તેમના સ્ક્રીનીંગ ટેસ્ટ થી માંડી બાકીની પ્રોસિઝર કરવામાં આવી રહી છે.હાલ વલસાડમાં બે જગ્યા પર મોગરાવાડી અને અબ્રામા ખાતે આ કામગીરી ચાલી રહી છે. વલસાડના નાયબ મામલતદાર હાર્દિક તોગડિયાના જણાવ્યા અનુસાર શોસ્યલ ડિસ્ટનિંગ જળવાય તે રીતે હાલમાં વતન જવા માંગતા સર્વે પરપ્રાંતિયો નું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.
હાલમાં નગરપાલિકા દ્વારા આવેલી ઓનલાઇન અરજીઓ ના આધારે મોબાઈલ ફોન પર જાણ કરી પરપ્રાંતીઓ ને બોલાવવામાં આવી રહ્યા છે જેથી ભીડ ન થાય.
વલસાડના ડીવાય.એસ.પી મનોજ સિંહ ચાવડા તેમજ પી આઈ ભટ્ટ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો