કોરોના વાઇરસ ને લઈને સ્થળાંતર કરતા મજૂરો ને જિલ્લા ના 5 શેલ્ટર હોમ માં રાખવામાં આવ્યા છે જેમાં મજૂરો ને કોઈપણ પ્રકાર ની સમસ્યા ન થાય એ માટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર ગ્રુપ ની રચના કરવામાં આવી છે જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ના જજ ડી.કે સોની ની આગેવાની માં વલસાડ ખાતે ની કોર ગ્રુપે વલસાડ ના ડુંગરી ખાતે આવેલ શેલ્ટર હોમ ની મુલાકાત લીધી હતી આ કોર ગ્રુપ માં જજ તથા વકીલ અને એનજીઓ સહિત મેડિકલ કર્મચારીઓ પણ સામેલ છે કોર ગ્રુપ દ્વારા તમામ બાબત ને લઈને મજૂરો ને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સાથે સાથે જરૂર પડે તો કોર્ટ નો પણ સહારો લેવા સહિત ની સૂચનો કરાયા હતા